વરિષ્ઠ વકીલ રામ
જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે
નિધન, PM મોદીએ દુ:ખ
વ્યક્ત કર્યુ
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી લગભગ એક અઠવાડિયાથી વધારે બીમાર હતા અને પલંગ પરથી ઉભા થઈ
શકે તેવી શારિરીક સ્થિતિ નહોતી. બીમારીના કારણે ઘણા કમજોર પણ થઈ ગયા હતા.
રામ જેઠમલાણીના
પુત્ર મહેશે જણાવ્યુ કે તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી રોડ સ્મશાનમાં કરવામાં
આવશે. મશહૂર વકીલ અને પૂર્વ કાનૂન મંત્રી રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે.
નરેન્દ્ર મોદીએ
ટ્વીટ કરી કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતે એક અસાધારણ વકીલ અને
પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિને ખોઈ છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સાંસદ બંનેમાં
સમૃદ્ધ યોગદાન આપ્યુ છે. જે રમૂજી, સાહસી અને ક્યારેય પણ કોઈ પણ વિષય
પર સાહસપૂર્વક બોલવાથી ક્યારેય પીછેહઠ કરતા નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો