આટલા વિશાળ
ચંદ્ર પર લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કરાયો?
ચંદ્રયાન-2 મિશનના ભાગરુપે ભારત ચંદ્ર પર ઉતરાણ
કરનાર દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-2નુ લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાનુ છે.આમ તો ચંદ્ર ઘણો
વિશાળ છે.ચંદ્રની સપાટી પર બહુ જગ્યાઓ છે તો ઈસરોએ લેન્ડિંગ માટે ચંદ્રનો દક્ષિણ
ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કર્યો?
આ સવાલના એક કરતા વધારે જવાબ છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શોધ કરવાથી ખબર પડશે કે ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ
અને તેની રચના કેવી રીતે થઈ.આ વિસ્તારમાં બહુ મોટા અને વિશાળ ખાડા છે.જ્યાં
ચંદ્રની ઉત્તર ધ્રુવની અપેક્ષાએ બહુ ઓછુ સંશોધન થયુ છે.
દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં સોલર સિસ્ટમના પ્રારંભના
દિવસોના જિવાષ્મ હોવાની પણ શક્યતા છે.માટે જ ચંદ્રની આ સપાટીનુ ઈસરો મેપિંગ કરવા
માંગે છે.ચંદ્રના આ હિસ્સામાં પાણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. લેન્ડર
વિક્રમ જ્યાં ઉતરવાનુ છે ત્યાં વિશાળકાય ખાડા છે.જેને ખીણ કહીએ તો પણ ખોટુ નથી.
જેમ કે ચંદ્રનો સૌથી મોટો ખાડો આઈતકેન બેસિન દક્ષિણ ધ્રુવ
પર છે.જેની પહોળાઈ 2500 કીમી અને ઉંડાઈ 13 કિમી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવના 18 ટકા હિસ્સાને જ પૃથ્વી પરથી જોઈ શકાય છે.બાકીના 82 ટકા હિસ્સાને પહેલી વખત રશિયાના યાને 1959માં ખેંચેલી તસવીરથી જોવા મળી શક્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો