બુધવાર, 31 મે, 2017

વન ડે રેન્કિંગમાં ભારતનો એક માત્ર કોહલીને ટોપ-ટેનમાં સ્થાન…


બેટ્સમેનો અને બોલરોના રેન્કિંગમાં ભારતના એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલીને ટોપ-૧૦માં સ્થાન મળ્યુ છે. કોહલીને બેટ્સમેનોની યાદીમાં ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે બોલરોની યાદીમાં એકપણ ભારતીય ટોપ-ટેનમાં નથી.

વન ડેમાં ભારતનો ટોપ રેન્ક બોલર ગુજરાતનો લેફર્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ છે, જે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી સાથે સંયુક્ત રીતે ૧૧માં ક્રમે છે.

રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું સ્થાન …

કોહલીએ વન ડે બેટ્સમેનોમાં ત્રીજો ક્રમ મળ્યો છે. 
ટોપ-૨૦માં ભારતના અન્ય ત્રણ બેટ્સમેનો - રોહિત શર્માને ૧૨મો, મહેન્દ્ર સિંહ ધોનીને ૧૩મો અને શિખર ધવનને ૧૫મો ક્રમ આપવામાં આવ્યો છે. 
બોલરોની યાદીમાં ટોપ-૨૦માં અક્ષર પટેલ,અમિત મિશ્રા ૧૩માં ક્રમે છે. જ્યારે આર.અશ્વિન ૧૮મા સ્થાને છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો