ગુરુવાર, 15 જૂન, 2017

ઇસરોની નવી શોધ, કેરોસિનની મદદથી અવકાશમાં સેટેલાઇટ મોકલશે...


ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સેમી ક્રાયોજેનિક એન્જિન માટે કેરોસિન તેલના ઉપયોગને લઇને કામ કરી રહ્યુ છે.કેરોસિન પહેલા ઉપયોગમાં લેવામાં આવતું ઇંધણ વ્હીકલ લૉન્ચ કરવામાં મુશ્કેલીઓ પેદા કરતુ હતુ. વ્હીકલ લૉન્ચ કરતું તેલ હાઇડ્રોજન અને ઑક્સીજનનું મિશ્રણ છે જેનાથી માઇનસ 253 ડિગ્રીનું તાપમાનમાં જમાવીને સંગ્રહિત કરવામાં આવે છે.  યોજનાનુસાર આ પ્રોજેક્ટ સફળ થયો તો વર્ષ 2021 સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે. 
તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. કે સિવાને જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન કેરોસિનનો ઉપયોગ યોગ્ય છે અને તે વધારે જગ્યામાં ફેલાતો પણ નથી અને વ્હીકલની પેલોડ ક્ષમતા પણ વધારશે જેનાથી વ્હીકલ ભારેમાં ભારે રૉકેટને સરળતાથી લઇ જવા માટે સક્ષમ રહેશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો