શનિવાર, 27 મે, 2017

આંધ્રપ્રદેશની બેલુમની ગુફાઓ અનોખી છે...
 

તે પહાડના ખડકમાં નહીં પણ જમીનના પેટાળમાં આવેલી છે. આંધ્રપ્રદેશમાં આવેલી આ ગુફા દેશની સૌથી લાંબી ગુફા છે તે પેટાળમાં વહેતા પાણીથી ખડક કોતરાઈને બનેલી ૩૨૨૯ ફૂટ લાંબી ગુફા છે. ગુફામાં સાંકડા રસ્તા અને પાણીના કૂંડ છે. ગુફાની સૌથી વધુ ઉંડાઈ ૧૫૦ ફુટ છે. આ સ્થળને પાતાળગંગા કહે છે.

પાતાળગંગા

બેલુમ ગુફામાં ઘણી જોવા લાયક રચનાઓ છે, સાંકડુ સિંહનામુખ આકારનું પ્રવેશદ્વાર, શિવલિંગ આકારના સ્થંભ, જમીનમાં અદૃશ્ય થઈ જતું ઝરણું, એક ગુફામાં તો લાકડી પછાડીએ તો સાત સૂરના પડઘા સંભળાય છે. આંધ્રમાં બેંગાલુરૃથી ૩૦૦ કિલોમીટરના અંતરે આ ગુફાઓ આવેલી છે.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો