શનિવાર, 27 મે, 2017

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી...

પૃથ્વી પરના વિવિધ દેશોમાં એક જ સમયે ઘડિયાળ જુદો જુદો સમય બતાવે છે. પૃથ્વી ગોળાકાર અને ધરી પર ફરતી હોવાથી દરેક દેશો વારાફરતી સૂર્ય તરફ આવે છે. એટલે સમય જુદા જુદા હોય છે. ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે. વિમાને એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે સમયની ગરબડ સર્જાય છે.

આ ગરબડને દૂર કરવા વિમાન કે જહાજ પૃથ્વી પર કાલ્પનિક ગ્રીનવીચ રેખા પસાર કરે અને બીજા ગોળાર્ધમાં જાય ત્યારે તેનો સમય બદલાવવાનો હોય છે. આ રેખાને દિનાંતર રેખા પણ કહે છે. 

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી યુરોપનો મહાન ગણિતશાસ્ત્રીને ખગોળશાસ્ત્રી હતો. જ્યોર્જ બિડેલનો જન્મ ઇ.સ.૧૮૦૧ના જુલાઈની ૨૭ તારીખે બ્રિટનના વેસ્ટમોલેન્ડના આલ્વીક ગામે થયો હતો.

તેમણે બ્રિટનના રોયલ એસ્ટ્રોનોમર તરીકે નોંધપાત્ર સેવાઓ આપેલી. ગ્રહોની ભ્રમણકક્ષા, પૃથ્વીની ઘનતા અને નેપ્ચ્યૂન અંગે મહત્વપૂર્ણ સંશોધનો કરીને તેઓ જાણીતા થયેલા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો