ગોગોઇ નિવૃત થતા
બોબડે સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બન્યા
- રાષ્ટ્રપતિ ભવન ખાતે
બોબડેએ શપથ ગ્રહણ કર્યા
- 63 વર્ષીય બોબડે રામ
મંદિર, રાઇટ ટૂ પ્રાઇવસી, આધાર કાર્ડ
ફરજીયાત નહીં જેવા ચુકાદામાં સામેલ રહ્યા
અયોધ્યામાં રામ મંદિર અંગે
ચુકાદો આપનારા રંજન ગોગોઇ 17મીએ નિવૃત થઇ
ગયા હતા, જેને પગલે 18મીએ સોમવારે સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 63 વર્ષીય
શરદ અરવિંદ બોબડેને શપથ લેવડાવ્યા હતા.
શરદ અરવિંદ
બોબડે દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
બોબડે 17 મહિના સુધી
દેશના મુખ્ય ન્યાયાધીશ પદે રહેશે અને આગામી 23મી એપ્રીલ, 2021ના રોજ તેમનો
કાર્યકાળ પુરો થશે. બોબડેએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના
નાગપુરમાં 1956માં જન્મેલા બોબડે પણ અયોધ્યા કેસનો ચુકાદો આપનારી પાંચ
જજોની બંધારણીય બેંચમાં સામેલ હતા.
તેઓ સુપ્રીમ
કોર્ટના સિનિયર ન્યાયાધીશ હોવાથી અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓમાં તેઓ સામેલ રહી ચુક્યા
છે, જેમાં રાઇટ ટુ પ્રાઇવસી, આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. બોબડે 2012માં મધ્ય
પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, જે બાદ તેમને 2013માં સુપ્રીમ
કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો