સોમવાર, 22 ઑક્ટોબર, 2018


શરદ પૂનમમાં દૂધપૌવા-ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ


 


- શરદ તુમાં રોગોને અટકાવવા માટેનું શાસ્ત્રોમાં આયોજન


- યંગસ્ટર્સ સાદા દૂધ-પૌવા ખાતા ન હોવાથી હવે બજારમાં વિવિધ ફ્લેવરના પૌંવાનુ વેચાણ


 Related image

સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલાં શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌવાની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ. 

શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકર વાળું દૂધ અને પૌવા ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ વૈજ્ઞાનિક કારણ છે પણ દૂધપૌવા અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે.

ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આર્યુવેદ આચાર્યએ આરોગ્ય સાથે જોડી દીધો હોવાનું આર્યુવેદ હોસ્પિટલના ડૉ. છગન વાઘાણી કહે છે. હાલ દિવસમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પીતનો પ્રકોપ વધે એટલે બીમારી થાય. 

આ પિત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ આર્યુવેદમાં વધારવામાં આવ્યું છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ કરાયું જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું સમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો