આજે વિશ્વ
પૃથ્વી દિન- 22 એપ્રિલ
ત્યાં પાણી છે ?' અન્ય ગ્રહ પર
જીવનની શક્યતા ચકાસતી વખતે વિજ્ઞાનીઓ સૌપ્રથમ ત્યાં પાણી છે કે નહીં તેનું સંશોધન
કરતા હોય છે. સંશોધન રમિયાન જો ત્યાં
પાણી હોવાના પૂરાવા મળી આવે તો વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવે છે કે, ત્યાં જીવન હોવાની સંભાવના છે. પૃથ્વીનો
લગભગ ૭૧ જેટલો ભાગ પાણી નીચે ઢંકાયેલો છે. ફક્ત ૨૯ ટકા ભાગ પર જમીન છે.
જે પાણી છે તેનો સૌથી વધુ જથ્થો તો મહાસાગરો અને સમુદ્રોમાં છે. સમુદ્રો
અને મહાસાગરોમાં રહેલું આ પાણી એટલું બધુ ખારું છે કે તેનો પીવા માટે ઉપયોગ થઈ
શકતો નથી. પૃથ્વી પર આટલી વિપુલ માત્રામાં પાણી હોવાના કારણે જ વિજ્ઞાને ક્યારે
પાણીનું સર્જન કરવાની જરૂર નથી પડી. પરંતુ પીવાનું પાણી ઓછું છે અને ભૂગર્ભ જળ સતત
ઉલેચાય રહ્યા છે તેમજ ઔદ્યોગિકરણના કારણે સતત પ્રદૂષિત થઈ રહ્યા છે. પૃથ્વીના
પર્યાવરણના પ્રહરી સમા વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો