સતી પ્રથાને નાબૂદ કરનારા રાજા રામમોહન રાયનો આજે 246મો જન્મદિન
- ગુગલે ડૂડલ બનાવી રાજા રામમોહન રાયને યાદ કર્યા
- તેઓ વ્યવસાયે પત્રકાર હતા
ભારતીય
ઈતિહાસમાં સામાજિક બદીઓનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે.
બાળવિવાહ, વિધવા સ્ત્રી સાથે થનાર કુપ્રથાથી લઈને સતી પ્રથાની કુરીતિઓ ભારતીય સમાજનો
અભિન્ન અંગ રહ્યા છે.
જે સમયે સમાજ આ
તમામ રિતી-રિવાજ નિભાવવામાં આવી રહ્યા હતા. તે સમયે તેના વિરુદ્ધ બોલવુ તો શું
કોઈની પાસે સલાહ લેવી પણ પાપ સમાન માનવામાં આવતુ હતુ.
એવા સમયે
લોકોના વિચારને સુધારવા અને આ પ્રથાઓને ખતમ કરવા માટે સમાજ સુધારક રાજા રામમોહન
રાયે વિરોધ કર્યો.
આજે રાજા રામ
મોહન રાયનો 246મો જન્મદિન છે. તેમના
જન્મદિવસ પર ગુગલે ડૂડલ બનાવ્યુ છે.
રાજા રામમોહન
રાય આધુનિક ભારતના નિર્માતા, આધુનિક ભારતના જનક,
બંગાળ પુર્નજાગરણના પ્રણેતા અને ભારતીય પત્રકારત્વના પાયોનિયર તરીકે
પણ જાણીતા છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા.
તેમનો જન્મ 22 મે, 1772માં થયો હતો. ભારતીય ઈતિહાસના પાનાને
ઉલટાવીને જોશો તો રાજા રામમોહન રાય બાળપણથી જ ઘણા હુનહાર હતા. માત્ર 15 વર્ષની ઉંમરમાં તેમણે બંગાળી, સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાનું જ્ઞાન થઈ ગયુ હતુ. કિશોરાવસ્થામાં તેમણે ઘણો
પ્રવાસ કર્યો. તેમણે 1803-1814 સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે
પણ કામ કર્યુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો