તમિલ રાજકારણના સુપર
સ્ટાર કરૃણાનિધિનું ૯૪ વર્ષે અવસાન
- દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ તરીકે 50 વર્ષ સેવા આપનારા કરુણાનિધિએ સાંજે 6:10 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
-
દિલ્હી અને તમામ રાજ્યોની રાજધાનીમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવા આદેશ
તમિલનાડુના
પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મુથુવેલ કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે ચેન્નાઈની
કાવેરી હોસ્પિટલમાં સાંજે ૬:૧૦ વાગ્યે અવસાન થયું હતું. કરુણાનિધિ ૧૯૫૭થી જુદા
જુદા મત વિસ્તારમાં ૧૩ વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. આ એક પણ ચૂંટણીમાં તેઓ હાર્યા
ન હતા, જે તેમની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી છે.
કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા.
કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.
કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા.
કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો