સોમવાર, 8 જુલાઈ, 2019

ચંદ્રયાન-2 ને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર
- ઇસરોના સાતમા કોન્વોકેશનમાં ડૉક્ટર કે સિવને જાહેર કર્યું
- રવિવારે લોંચિંગ પેડ પર લઇ ગયા
ચંદ્રયાન ટુને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર હોવાની ઔપચારિક જાહેરાત ડૉક્ટર કે સિવને કરી હતી. ઇસરોના સાતમા પદવીદાન સમારોહમાં ડૉક્ટર સિવન બોલી રહ્યા હતા.
તેમણે શનિવારે કરેલી જાહેરાત મુજબ આ ચંદ્રયાન ટુને રવિવારે લોંચિંગ પેડમાં લઇ જવાયું હતું. જિયો-સિંક્રોનસ લોંચ વેહિકલ (જીએસએલવી) દ્વારા એેને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી થઇ ચૂકી છે એમ ડૉક્ટર સિવને કહ્યું હતું. તેમણે કહ્યું કે 15મી જુલાઇએ લોંચ કરાશે. એની સફળતાની અપેક્ષા ઉપરાંત કદાચ જરૂર પડે તો વૈકલ્પિકવ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. આ ઓપ્શનલ તૈયારીનું પરીક્ષણ 13મી જુલાઇએ કરવાની અમારી યોજના છે. આ ચંદ્રયાન ટુ દ્વારા આપણે ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર જવાની યોજના બનાવી છે. અત્યાર અગાઉ ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર દુનિયાનો કોઇ દેશ પહોંચ્યો નથી.
ડૉક્ટર સિવને કહ્યું કે ચંદ્રયાન ટુનું રોવર ચંદ્ર પર ક્યારે ક્યાં જશે એની તમામ ટેક્નિક કાનપુરના આઇઆઇટી વિભાગે તૈયાર કરી હતી. તદનુસાર એનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. કાનપુરના ઇલેક્ટ્રીક એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર કે એ વેંક્ટેશ અને મિકેનિકલ એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર આશિષ દત્તાએ આખી ય વિગતો તૈયાર કરી છે અને એની પૂરેપૂરી ચકાસણી પર કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો