મેક ઈન ઈન્ડિયા, ફાર્મ ટુ ફેબ્રિક અને ખાદી સહિતના વિષયો ગ્લોબલ ટ્રેડ શોમાં મહત્વનું
આકર્ષણ
-ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ
થયો છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ
શોને ખુલ્લો મૂકી નાના તેમજ મધ્યમ કદના વેપારીઓ માટે વેપારનો પ્લેટફોર્મ પૂરો
પાડ્યો છે. આ સાથે મેક ઈન ઈન્ડિયા, ફાર્મ ટુ ફેબ્રિક અને ખાદી સહિતના
વિષયો ગ્લોબલ ટ્રેડ શોમાં મહત્વનું આકર્ષણ બની રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાના વિશેષ
વિમાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.જ્યાં તેમણે
ગુજરાત વાયબ્રન્ટ સમિટ-2019 અંતર્ગત યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોને
ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ
મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ગ્લોબલ ટ્રેડ શોનું
ઉદ્ધઘાટન કર્યા બાદ પીએમએ જુદા-જુદા પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે
ગાંધીજીના ચરખા સહિત જુદી-જુદી થીમ નિહાળી હતી.
મેક ઈન ઈન્ડિયાના થીમ
યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં 16 જેટલા દેશો પાર્ટનર કંટ્રી છે. આ સાથે
ટ્રેડ શોમાં કેનેડા, ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ
સહિતના દેશોના પેવેલિયન પણ ઉભા કરવામાં આવ્યા છે. 2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો
દેશના સૌથી મોટા ટ્રેડ શોમાં શોમાં 1200 સ્ટોલ્સ ઉભા કરાયા છે. પ્રથમવાર
યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની
વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000
કરોડથી વધુનો વ્યાપાર
થવાની શક્યતા છે.
1.5 મિલિયનથી વધુ
લોકો આ ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે, 20 જાન્યુઆરી બાદ
સામાન્ય નાગરિકો માટે ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે...મહત્વનું છે કે, ગ્લોબલ ટ્રેડ
શોમાં મેક ઈન ઈન્ડ઼િયા થીમને કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવ્યું છે. જેના લીધે નાના
અને મધ્યમ કદના ઉધોગકારોને ઘણો જ ફાયદો થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો