પહેલવાન વિનેશ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ થનાર
પહેલી ભારતીય મહિલા

વિનેશ ફોગટને 2018 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી
છે. આ એવોર્ડ માટે નામાકિંત થનારી વિનેશ પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. તેને
ગોલ્ફર ટાઈગર વુડ્સ સાથે 'વર્લ્ડ કમબેક ઓફ ધી યર' કેટેગરીમાં
નોમિનેટ કરવામાં આવી.
ભારતીય મહિલા પહેલવાન વિનેશેએ 2018માં એશિયાઈ ખેલ અને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેના નામે કર્યો હતો. હરિયાણાના ભિવાનીમાં રહેતી 24 વર્ષની વિનેશ 2016માં રિયો ઓલિંપિકના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઘાયલ થઈ હતી. ત્યારપછી તેણે ગયા વર્ષે તે શાનદાર રીતે પરત ફરી અને તેણે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો