પુતિન આજે ભારતની મુલાકાતે, એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમનો સોદો થવાની શક્યતા

પુતિનની આગેવાનીમાં
ભારત અને રશિયાની આ ૧૯મી દ્વિપક્ષીય બેઠક હશે.આ પ્રકારના કાર્યક્રમમાં બંને દેશના
વડા ભારતના મહેમાન બને છે. આ બેઠકમાં ભારત અને રશિયા ૨૦૨૫ સુધી ૫૦ અબજ ડૉલરનો
દ્વિપક્ષીય વેપાર કરવાની દિશામાં પણ આગળ વધશે.
વિદેશ નીતિના
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, રશિયા ભારતનું
પરંપરાગત મિત્ર છે, જેના કારણે પુતિન
સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો સફળતાપૂર્વક પાર પડશે. એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ
સિસ્ટમનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું હશે. વિદેશ નીતિ મુદ્દે પુતિનના સલાહકાર
યૂરી ઉશાકોવે મોસ્કોમાં કહ્યું હતું કે, ભારત સાથેની ડિફેન્સ
ડીલનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આમ, રશિયાએ પુતિનની મુલાકાત પહેલાં જ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ભારતને
આપવાનો સંકેત આપી દીધો હતો.
નોંધનીય છે કે, આ પહેલાં જૂન ૨૦૧૭માં મોસ્કો બેઠક વખતે મોદી અને પુતિને દ્વિપક્ષીય
વાટાઘાટો કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો