શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

વડાપ્રધાન મોદીએ અભિયાન શરૂ કર્યું

 

- દેશભરમાં ગાંધી જયંતિ સુધી 15 દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવાશે

- મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ થકી જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, અમિતાભ બચ્ચન અને રતન તાતા સહિતના અગ્રણીઓ સાથે પણ સંવાદ કર્યો
દેશભરના અગ્રણીઓ લોકોને સ્વચ્છ ભારતમાં જોડાવવા અપીલ કરે એવું પણ વડાપ્રધાનનું સૂચન
, દેશમાં અનેક સ્થળોએ મંત્રીઓએ ઝાડુ લગાવ્યું
- ગંગાની સફાઈના પ્રયાસ માટે યોગી આદિત્યનાથના વખાણ કર્યા, દેશના ૧૯ રાજ્યે ખુલ્લામાં હાજતમાંથી મુક્તિ મેળવ્યાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પહાડગંજની બાબાસાહેબ આંબેડકર સ્કૂલમાંથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ગાંધી જયંતિ સુધી ચલાવવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ થકી આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, મા અમૃતાનંદમયી, અમિતાભ બચ્ચન, રતન તાતા સહિત અને અગ્રણીઓ અને મંત્રીઓ સાથે વાત કરીને સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવા લોકોને અપીલ કરવાનું સૂચન કર્યું હતું. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો