સોમવાર, 5 જૂન, 2017

વેસ્ટર્ન રેલવેમાં, ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (ટીટીઇ)  તરીકે મહિલાઓને મહત્વની ભૂમિકા...


રેલવેતંત્ર ટીટીઇમાં નવી ભરતી કરી રહી છે તેમાં મહિલાઓની પસંદગી ઉતારવામાં આવી રહી છે જેથી મહિલા ટીટીઇ-મુસાફરો વચ્ચે સારો સંવાદ જળવાઇ રહે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી પ્રિમિયમ શતાબ્દી એક્સપ્રેસમાં ટીટીઇ તરીકે મહિલાઓ ફરજ સોંપાઇ છે.

હાલમાં વેસ્ટર્ન રેલવેએ સાત મહિલાઓની ટીટીઇ તરીકે ભરતી કરી છે જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી પ્રિમિયમ ટ્રેનમાં મહિલા ટીટીઇ તરીકે મુસાફરોની ટિકિટ ચેક કરશે. પ્રતિદીન ચાર કોચમાં બે મહિલાઓ ટીટીઇ તરીકે ફરજ બજાવી રહી છે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે.

શતાબ્દી એક્સપ્રેસમાં લાંબુ અંતર હોવાથી પ્રથમ તબક્કામાં ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મહિલા ટીટીઇને ફરજ પર મુકાશે જેમાં બે મહિલા ટીટીઇને પ્રતિદીન ચાર કોચની જવાબદારી સોંપાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો