ભારતીય
સેનાએમાં હવે મહિલાઓને સરહદ પર લડવાની ભૂમિકા સોંપવામાં આવશે...
ભારતીય સેનાએ એક મહત્ત્વનું પગલું ભરતા મહિલાઓને સરહદ પર
લડવાની ભૂમિકા સોંપવાના દ્વારા ખોલી નાંખ્યા છે. વિશ્વના અનેક દેશો કોમ્બેટ ઓપરેશન
માટે મહિલાઓને મંજૂરી આપી ચૂક્યા છે અને હવે ભારતે પણ આ નિર્ણય કર્યો છે.
સેના વડા બિપીન
રાવતે જણાવ્યું હતું કે, વિશ્વમાં ખૂબ ઓછા દેશ છે જ્યાં મહિલાઓ પુરુષો સાથે ખભેખભો મિલાવીને લડે
છે. અત્યાર સુધી ફક્ત પુરુષોને જ લડાઈનું કામ સોંપવામાં આવતું હતું. મહિલાઓને આ
ભૂમિકા માટે તૈયાર કરવા સૌથી પહેલાં મિલિટરી પોલીસમાં ભરતી કરાશે.
હાલ અમેરિકા, બ્રિટન, જર્મની, કેનેડા,
ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, નોર્વે,
સ્વિડન, ડેનમાર્ક, ફિનલેન્ડ
અને ઇઝરાયેલ જેવા દેશોમાં મહિલાઓને કોમ્બેટ ઓપરેશનની જવાબદારી સોંપાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો