યુજીસી દ્વારા
દેશની યુનિવર્સિટીઓ માટેના નવા ચાર રેગ્યુલેશન્સ તૈયાર કરાયા...
આ રેગ્યુલેશન્સ અંતર્ગત હવે યુનિ.ઓ એક્રિડેશન અને રેન્કિંગના આધારે જુદી
જુદી ત્રણ કેટેગરીમાં વહેંચાશે.આ ઉપરાંત ચોથા અને એમફીલ-પીએચડી ડિગ્રી સ્ટાન્ડર્ડ
રેગ્યુલેશન્સ પ્રમાણે હવેથી થર્ડ કેટેગરીમાં આવતી યુનિ.ઓમાં પીએચડી પ્રવેશ માટે
નેટ-સ્લેટ ફરજીયાત બનાવાશે.
યુજીસી દ્વારા તાજેતરમાં પબ્લિક નોટીસ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે દેશની તમામ યુનિવર્સિટીઓમાં એમફીલ -પીએચડી સહિતના પ્રવેશ,શૈક્ષણિક ગુણવત્તા,શૈક્ષણિક વહિવટ તથા ગ્રાન્ટ સહિતની નાણાકીય બાબતોથી માંડી ઓટોનોમી અને ડિમ્ડ યુનિ.સ્ટેટસ તથા ફોરેન કોલોબ્રેશન સહિતના મુદ્દે નવા નિયમો તેમજ નવી જોગવાઈઓ તૈયાર કરાઈ છે.

જુદા જુદા પાંચ રેગ્યુલેશન્સ તૈયાર કરવામા આવ્યા છે
: -
- એક રેગ્યુલેશન છે યુજીસી(કેટેગરાઈઝેશન ઓફ યુનિવર્સિટીઝ ફોર ગ્રાન્ટડ ઓફ ગ્રેડેડ ઓટોનમી રેગ્યુલેશન્સ ૨૦૧૭)
- બીજો રેગ્યુલેશન છે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (પ્રમોશન એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ એકેડમિક કોલોબ્રેશન બીટવીન ઈન્ડિયન એન્ડ ફોરેન એજ્યુકેશનલ ઈન્સિટયુશન્સ) રેગ્યુલેશન ૨૦૧૭,
- ત્રીજો રેગ્યુલેશન છે યુજીસી (ઈન્સ્ટિટયુટ્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ ૨૦૧૭,
- ચોથો રેગ્યુલેશન છે ગાઈડલાઈન ફોર ગ્રાન્ટ ઓફ ગ્રેડેડ ઓટોનોમી ટુ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઝ
- પાંચમો રેગ્યુલેશન છે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (મિનિમમ સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસીઝર ફોર એવોર્ડસ ઓફ એમફીલ એન્ડ પીએચડી ડિગ્રી રેગ્યુલેશન્સ ૨૦૧૭.
પાંચ એમફીલ-પીએચડી ડિગ્રી રેગ્યુલેશન્સ પ્રમાણે થર્ડ કેટેગરીમાં
આવતી દરેક યુનિ.અને કોલેજ માટે હવેથી પીએચડી પ્રવેશ નેટ-સ્લેટના આધારે જ
અપાશે.અત્યાર સુધી દરેક યુનિ.પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપતી હતી ત્યારે
પીએચડીની ગુણવત્તા જાળવવા માટે થર્ડ કેટગીરીની યુનિ.એ નેટ-સ્લેટ પાસ વિદ્યાર્થીને
જ પીએચડીમાં પ્રવેશ આપવાનો રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો