ખાદી, ગાંધી ટોપી અને તિરંગાને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુક્તિ...
રૃદ્રાક્ષ, પંચામૃત, પાદુકા, દીવેટો,
ચંદન ટીકા, અનબ્રાન્ડેડ મધ, તુલસી કંઠી માળા, પંચગવ્ય, પવિત્ર
ધાગા અને વિભૂતિ જેવી પૂજાની સામગ્રીને પણ જીએસટીમાંથી બાકાત રાખી છે.
સિલ્ક અને શણના ઉત્પાદનોને પણ જીએસટીમાંથી બાકાત રખાયું છે.
ઘરેણાં, સિક્કા અને મોતી પર આવતા મહિનાથી ત્રણ ટકા જીએસટી લાગશે.
લોબાન, મિશરી, પતાસા અને બુરુ પર પાંચ ટકા જીએસટી લાગશે.
રૂ.એક હજારથી ઓછા મૂલ્યના પડદા, ટોઇલેટ લિનન, કિચન
લિનન, ટોવેલ, નેપકિન, મચ્છરદાની અને લાઇફ જેકેટ સહિતના કાપડ પર પાંચ ટકા જીએસટી લાગશે.
કોટન અને નેચરલ ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગશે. મેનમેડ
ફાઈબર પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરાયો છે.
રૂ. એક હજારથી ઓછી કિંમતના પુરુષોના મેન મેડ કપડાં પર પણ
પાંચ ટકા અને રૃ. એક હજારથી વધુ મૂલ્યના કપડાં પર ૧૨ ટકા જીએસટી લાગશે.
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના બધા જ ઉત્પાદનોને પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા જીએસટીના ખાનામાં સમાવી લેવાયા
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો