સોમવાર, 5 જૂન, 2017

ભારતના સૌથી વજનદાર સંદેશાવ્યવહાર સેટેલાઇટ જીએસએટી-૧૯...



ભારતના સૌથી વજનદાર સંદેશાવ્યવહાર સેટેલાઇટ જીએસએટી-૧૯નું જીએસએલવી એમકે-૩ દ્વારા શ્રી હરિકોટાથી ૨૫ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જીએસએલવી એમકે-૩ રોકેટ આજે સાંજે ૫.૨૮ કલાકે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરાશે.

રોકેટ માટેનું ૨૫ કલાક ૩૦ મિનિટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જીએસએટી-૧૯ ૩૧૩૬ કિલોગ્રામ વજનનો છે.

એ.એસ. કિરણકુમારે જણાવ્યુ હતું કે આપણી ધરતી પરથી આપણો જ કોમ્યુનિકેશન સેટેલાઇટ છોડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઈસરોને ભારે સંદેશાવ્યાવહર સેટેલાઇટ છોડવા માટે વિદેશના લોન્ચરની મદદ લેવી પડતી હતી.


જીએસએલવી એમકે-૩ ૪૦૦૦ કિલોગ્રામ વજન લઇને અવકાશમાં જઇ શકે છે. નીચી ભ્રમણકક્ષામાં ૧૦૦૦૦ કિલો વજન લઇ જઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ઈસરોએ જીએસએલવી એમકે-૩ના સફળ પરીક્ષણો કર્યા હતા. આ રોકેટ ત્રણ તબક્કાનું છે અને સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ધરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો