સોમવાર, 11 ડિસેમ્બર, 2017

પરમાણુ શસ્ત્રોના ખાત્મા માટે કાર્યરત ICAN સંસ્થાને શાંતિનું નોબેલ એનાયત

- ICAN પરમાણુ યુદ્ધ વિરુદ્ધ ૧૨૨ દેશને એક મંચ પર લાવી

- વિશ્વભરમાંથી પરમાણુ શસ્ત્રોના ખાતમા માટે યુએનની સંધિના અમલની અપીલ કરી ઓસ્લો

પરમાણુ હથિયારોના ખાત્મા માટે કામ કરતી ધ ઈન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિય વેપન્સ (ICAN) નામની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે. દસમી ડિસેમ્બર, રવિવારના રોજ આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બેટ્રિસ ફિનને નોર્વેમાં નોબેલ શાંતિ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.

આ સમારંભમાં બેટ્રિસ ફિન સાથે ૧૯૪૫માં હીરોશીમાના પરમાણુ હુમલામાં બચી જનારા જાપાનના સેત્સુકો થુરલોવ પણ મોજુદ હતા. નોબેલ સમિતિએ આ સંસ્થાના સરાહના કરતા કહ્યું હતું કે, જો કોઈ દેશ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે તો તેના કેવા પરિણામો આવે એ મુદ્દે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આ સંસ્થા સફળ થઈ છે.

આ સંસ્થાએ વિશ્વના કુલ ૧૨૨ દેશ  સાથે મળીને પરમાણુ હથિયારો ખતમ કરવાની સંધિ પર સફળતાપૂર્વક કામ શરૃ કર્યું છે. સુરક્ષા નિષ્ણાતો આ પગલાંને ક્રાંતિકારી ગણાવી રહ્યા છે. આ સંધિને યુનાઈટેડ નેશન્સનું પણ પીઠબળ છે. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ પણ સામેલ થઈ છે. ભારતના પણ ત્રણ સંગઠન આ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ સંસ્થાને ઉત્તર કોરિયા અને ઇઝરાયેલ જેવા દેશોએ પણ આવકારી છે.


કોલમ્બિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સાન્ટોઝને ૨૦૧૬માં રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ સાથે શાંતિ કરાર કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ ઘટનાના એક વર્ષ પછી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આઈસીએએન ખૂબ ટૂંકા ગાળામાં યુદ્ધ વિરુદ્ધ સફળતાપૂર્વક જનમત ઊભો કરી શકી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો