ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠક માટે મતદાન
- ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠિત
બનેલી ચૂંટણીમાં
- મુખ્યમંત્રી વિજય રૃપાણી, શક્તિસિંહ, મોઢવાડિયા
સહિતના ૯૭૭ ઉમેદવારો મેદાનમાં
- ભાજપ-કોંગ્રેસનું
ભાવિ ૨.૧૨ કરોડથી વધુ મતદારોના હાથમાં
સમગ્ર દેશ
અને દુનિયા માટે પ્રતિષ્ઠાસમાન બની ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ
તબક્કામાં ૮૯ બેઠકો માટે આજે મતદાન થશે. જેમાં કુલ ૯૭૭ ઉમેદવારો
મેદાનમાં છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસનું
ભાવિ ૨ કરોડ ૧૨ લાખ ૩૧૬૫૨ મતદારોનાં હાથમાં રહેશે.
પ્રથમ
તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૃપાણી રાજકોટ (પશ્ચિમ) અને નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલ મહેસાણાથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ રીતે કોંગ્રેસનાં બીજા બે દિગ્ગજ નેતાઓ
શક્તિસિંહ ગોહિલ કચ્છનાં માંડવીથી અને અર્જુન મોઢવાડીયા પોરબંદરથી ચૂંટણી લડશે.
ગુજરાત
ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી
ખુબ જ શાંતિપૂર્ણ માહોલ અને કોઈ ભય કે અનિચ્છનીય ઘટના વિના યોજાય તેવું આયોજન
કરાયું છે. સલામતિનો અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવાયો છે. સંવેદનશીલ ગણાતા મતદાન બુથો
પર અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરાયા છે. બીજા તબક્કામાં બાકી રહેલી ૯૩ બેઠકો
માટે ૧૪મી ડીસેમ્બરે મતદાન થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો