કૂંભ મેળો 'માનવતાની મહેક જાળવી રાખનાર અનન્ય સાંસ્કૃતિક વારસો :' યુનેસ્કો
- કૂંભ મેળોમાં બોટસ્વાના, કોલંબિયા, વેનેઝુએલા, મોંગોલીયા
મોરોક્કો, તુર્કી અને યુએઇથી પણ લોકો આવશે
કૂંભ મેળાને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન 'યુનેસ્કોએ' માનવતાનો અદ્વિતિય વારસો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ કામ કરતી અદ્વિતિય સાંસ્કૃતિક વારસાનું જતન કરતી સંસ્થા 'યુનેસ્કોએ' કૂંભ મેળાને માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો ગણવાન પ્રસ્તાવ, દ.કોરિયાના જેજુમાં મળનારા તેમના ૧૨માં સંમેલનમાં મુકવાની તૈયારી આરંભી છે.
ધાર્મિક યાત્રાળુઓના સૌથી મોટા મેળાવડા તરીકે ઓળખાતા આ મેળાની સાથે અન્ય ધાર્મિક મેળાવડાઓ યોજાતા હોય તેવા બોટસવાના, કોલંબીયા, વેનેઝુએલા, મંગોલીયા, મોરોક્કો, તુર્કિ અને આરબ અમિરાત જેવા દેશોના સમાવેશ થશે. જો કે ભારતીય સંતોનો કૂંભ મેળો એ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાય છે.
કૂંભમેળો, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસીકમાં યોજાય છે. જેમાં પવિત્ર નદીઓને કિનારે દૈહિક તેમજ આદિભૌતિક માનવ દેહના શુધ્ધિકરણ માટે કેટલીક પરંપરાગત પૂજા અને રીત-રીવાજોનો અમલ કરાતો હોય છે. કૂંભ મેળાને પરંપરાગત વારસાની યાદીમાં સામેલ કરવાની ભલામણ નિષ્ણાંતોની ટીમ કરે છે. જ્યારે સદસ્ય દેશો તેમની ભલામણ કે સૂચન અંગે વિગતે અભ્યાસ કરતા હોય છે.
આ સમિતિએ એ બાબતની પણ નોંધ લીધી છે કે કૂંભ મેળાની પરંપરાની સાથે ગુરૃ-શિષ્ય પરંપરા પણ જળવાઈ રહી છે અને કુંભ મેળામાં એકત્ર થતા સાધુઓ આ પરંપરાને સૂપેરે જાળવી જાણે છે. જેમાં ગુરૃ પોતાના શિષ્યોને પરંપરાગત રિવાજો અને મંત્રોચ્ચારોનું જ્ઞાાન આપે છે. કૂંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો ગુરૃ શિષ્ય પરંપરાની જાળવણી કરતો મેળાવડો છે. જેમાં લાખો લોકો જાતિ, સંપ્રદાય અને પોતાની જાતને પણ ભૂલીને સામેલ થઈ જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો