“મન હોય તો
માળવે જવાય" બેલારૂસની એલેક્ઝાન્ડ્રા બની પ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ
Aleksandra Chichikova |
- વૈશ્વિક
સ્તરે પહેલી વાર આ પ્રકારની સ્પર્ધા યોજાઈ, દિવ્યાંગતા અભિશાપ
નથી
- 19 દેશોની 24 યુવા મહિલાઓએ લીધો હતો ભાગ વોર્સો,
વોર્સોમાં
આયોજિત મિસ વ્હીલચેર વર્લ્ડ સ્પર્ધાંમાં Aleksandra Chichikova ની પ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ તરીકે પસંદગી થઈ છે.
Aleksandra બેલારુસના
છે અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીની છે. આ સ્પર્ધાના પહેલા સંસ્કરણમાં દક્ષિણ
આફ્રિકાની Lebohang Monyatsi બીજા સ્થાને છે.
23 વર્ષીય ચિચિકોવાએ
આ સ્પર્ધામાં જીત મેળવ્યા બાદ કહ્યું કે આપણે ચિંતાઓ અને ડર સાથે સતત લડતા શીખવુ
જોઈએ. મિસ વ્હીલચેર વર્લ્ડનો તાજ ધારણ કરનાર Aleksandra કોઈ
પરી કરતા ઓછી સુંદર નહોતી લાગતી.
આ સ્પર્ધામાં
પોલેન્ડમાં એક NGO દ્વારા આયોજિત કરવામાં આવી
હતી અને વૈશ્વિક સ્તર પર પહેલી વાર આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા 29
સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને તેનું ફાઈનલ 7 ઓક્ટોબરે
થયુ હતુ. જેમાં 19 દેશોની 24 યુવા
મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓએ ઈચ્છયુ હોત તો તે હાર માની લેત. પરંતુ તેમણે પાછી
પાની કરી નહીં. પોતાનું પૂરુ ધ્યાન કરિયર બનાવવા અને ફેશન ટ્રેન્ડમાં આપ્યું હતુ.
આ સ્પર્ધા એ
વાત સાબિત કરે છે કે તમે કોઈ વ્યક્તિને તેની ખામીઓના આધારે માપી શકો નહીં.
Dr.Rajlaxmi (Dentist) |
મિસ વ્હીલચેર
વર્લ્ડમાં ભારત તરફથી દાવેદારી બેંગલુરુની રાજલક્ષ્મીએ રજૂ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો