બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

ઝડપી, સલામત અને કાર્યક્ષમ બુલેટ ટ્રેન 'મેડ ઇન ઇન્ડિયા'




વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જાપાનના સહયોગ સાથે ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાર ઘડશે, જેથી વૃદ્ધિ પામી રહેલાં અર્થતંત્ર તરીકે આપણને શું મળશે?

શિન્કાન્સેન ટેકનોલોજી
શિન્કાન્સેન ટ્રેનો જાપાનમાં છેક ૧૯૬૪થી દોડે છે. આ ટ્રેનો પોતાની તેજ ગતિ માટે જ ખ્યાતનામ તો છે જ એટલું જ નહીં આ ટ્રેનો આરામદાયક સગવડ, નિયમિતતા અને બેજોડ સલામતી પણ પૂરા પાડે છે. છેલ્લી અર્ધી સદીમાં શિન્કાન્સેન ટ્રેનનો એક પણ ગંભીર અકસ્માત થયો નથી. અચંબો પમાડે એવી બાબત એ છે કે આટલા વર્ષાે દરમિયાન શિન્કાન્સેન કદી એક મિનિટ કરતા વધારે મોડી પડી નથી. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૨ની ૧૫ ઓગસ્ટે શરૃ કરવાની ધારણા છે. હાલ આ બંને શહેરો વચ્ચે ટ્રેન મુસાફરીમાં અંદાજે ૭થી ૮ કલાક લાગે છે. બુલેટ ટ્રેનના આગમન બાદ આ સમયગાળો ફક્ત ૨ કલાકનો રહી જશે. હાલ બીજા આવા હાઇ-સ્પીડ કોરિડોર સ્થાપવા દેશના અન્ય ૬ શહેરોનો અભ્યાસ થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ કોરિડોર પણ અતિ ઝડપી ટ્રેનો દોડાવવા સક્ષમ બની જશે અને ત્યારે ભારતની અર્થવ્યવસ્થામાં ઓર ઉછાળ આવશે અને દેશને એક વેગવાન, સલામત અને 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ પણ મળશે.

ગર્વાન્વિત મેક ઇન ઇન્ડિયા
ખરેખર તો બુલેટ ટ્રેન સરકારની ઇચ્છાશક્તિ અને નાણાં અને માનવબળના જંગી રોકાણના મામલે આકરી કસોટી માગી લેનારી યોજના છે. સામાન્ય રીતે આટલી મોટી કક્ષાની યોજનાઓ માટે ભંડોળ અને નફો પાછો વાળવા સહિતની અમર્યાદ બાંહેધરીઓ આપવાની થતી હોય છે. સ્વદેશી ધોરણે સંચાલન થઇ શકે અને ભારતના અર્થતંત્રને લાભ મળી શકે એ માટે અત્યાધુનિક ટેકનોલોજીનું હસ્તાંતરણ ભારતને કરવામાં આવશે અને એ રીતે બુલેટ ટ્રેન કરાર ભૂતકાળમાં થયેલા આવા કરારોને પાછળ મૂકીને નવો ચીલો ચાતરશે.

મેક ઇન ઇન્ડિયાના ફાયદા
સ્વદેશી ધોરણે ઉચ્ચ કૌશલ્ય ક્ષમતાઓ વિકસાવવામાં આવશે. પ્રોજેકટ અમલીકરણ એજન્સી તરીકે કામ કરવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની તર્જ પર નેશનલ હાઇ-સ્પીડ રેલ કાર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે.

માનવસંસાધન વિકાસ
આ યોજનાથી આશરે ૨૦ હજાર લોકો માટે રોજગાર ઊભો થશે. વડોદરા ખાતે હાઇસ્પીડ રેલ ટ્રેનિંગ ઇનસ્ટીટયૂટ ઊભી થઇ રહી છે જે અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં ૪ હજાર જણાંના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવશે. એ ઉપરાંત, ઇન્ડિયન રેલવેઝના ૩૦૦ યુવાન અધિકારીઓને જાપાન ખાતે તાલીમ આપવામાં આવશે. ઉપરાંત ૨૦ વરિ અધિકારીઓ જાપાનમાં જ જાપાનના ભંડોળ હેઠળ માસ્ટર્સ કોર્સ કરી શકશે.

બાંધકામ ઉદ્યોગમાં ઉછાળો આવશે
૫૦૮ કિલોમીટરનો દ્વીમાર્ગીય રેલમાર્ગ તૈયાર કરવાનો હોવાથી લોખંડ, અન્ય બાંધકામ સામગ્રી અને સરંજામની જંગી માંગ ઊભી થશે જેના કારણે બાંધકામ ઉદ્યોગમાં મોટો ઉછાળો આવશે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેવા હજારો રોજગાર ઊભા થશે. ભંડોળ વાષક ૦.૧ ટકાના સાવ નજીવા દરે મેળવવાનો સોદો કર્યો છે, લોન પાછી વાળવાની શરૃઆત પણ ૧૫ વર્ષ બાદ થશે. સરવાળે જોતાં ભારતને આનાથી વધારે સારી આથક દરખાસ્ત મળી જ ન શકે. શૈક્ષણિક બજેટ અથવા અન્ય કોઇ વાષક બજેટ સાથેની સરખામણી પણ નાણાંના સમય સાથેના મૂલ્યના ધોરણે ખામીગત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો