શુક્રવાર, 10 નવેમ્બર, 2017

વિશ્વમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૬૯માં ઓસ્ટ્રિયાએ બહાર પાડયું હતું



- આ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું હતું, માત્ર એક જ મહિનામાં એક લાખ પોસ્ટ કાર્ડ વેચાયા હતા.

- સૌથી પહેલું પોસ્ટકાર્ડ પણ પીળા રંગનું જ હતું

વિશ્વમાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૬૯ ,૧ ઓકટોબરના રોજ ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું.ઓસ્ટ્રીયાના કોલ્બેસ્ટીનર નામના એક નાગરીકને પોસ્ટકાર્ડ બહાર પાડવાનો પ્રથમ વિચાર આવ્યો હતો.આ અંગે તેણે સૈન્ય એકેડમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર એમુનઅલ હર્લેને વાત કરતા એમુનઅલે સરકારના પોસ્ટલ મંત્રાલયને ઉદેશીને એક લેખ લખ્યો હતો.

ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે


ભારતમાં હલકા ભૂરા રંગનું  પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૭૯માં બહાર પાડવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામ લખવામાં આવ્યું હતું. કાર્ડની મધ્યમાં રાજચિહ્ન અને જમણી બાજુ રાણી વિકટોરિયાનો ફોટો હતો.  

ઇસ ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ કાઢીને ઇન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું. ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ ક્સ્તુરબા,નાનું બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા. 

એક માહિતી મુજબ ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે. એક પોસ્ટકાર્ડ પર ૭ રુપિયા જેટલું નુકસાન જાય છે. ૨૦૧૨-૧૩માં પોસ્ટખાતાને ૯૦.૪૭ કરોડનું નુકસાન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો