રવિવાર, 2 ડિસેમ્બર, 2018

2022માં જી-20 સમિટની યજમાની કરશે ભારત


 
2022માં જી-20 દેશોનુ સંમેલન ભારતમાં યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આર્જેન્ટિનામાં યોજાયેલી જી-20 સમિટના સમાપન સમારોહમાં આ જાહેરાત કરી હતી.
મોદીએ જી-20 દેશોના વડાઓને 2022માં ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે 2022માં જી-20 સમિટની યજમાની ઈટાલી કરવાનુ હતુ.
જોકે ભારતની આઝાદીના 75 વર્ષ 2022માં પુરા થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન ટ્વિટ કર્યુ હતુ કે જી-20 શિખર સંમેલનમાં ભારત વિશ્વનુ સ્વાગત કરવા માટે આતુર છે. વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ થવા તમામને આમંત્રણ છે. ભારતના સમૃધ્ધ ઈતિહાસને જાણો અને ભારતની મહેમાનગતિ માણો.
પીએમ મોદીએ આ સમિટમાં અલગ અલગ દેશોના વડાઓ જોડે મંત્રણાઓ કરી હતી.તેમણે જાપાન, અમેરિકા અને ભારતના ગઠબંધનને ત્રણ દેશોના પહેલા અક્ષરને જોડીને "JAI" નામ આપ્યા છું. જેનો અર્થ વિજય પણ થાય છે.
મોદીએ આ સમિટમાં નીરવ અને માલ્યા જેવા ભાગેડૂ આર્થિક અપરાધીઓને પકડવા માટે 9 મુદ્દાનો એક એજન્ડા પણ રજૂ કર્યો હતો.
ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે બંને દેશોના સબંધોમાં ઘણો સુધારો આવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો