મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2019

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા

- ગઇકાલે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પુરસ્કાર વર્ષ 2014, 2015 અને 2016 માટે આપવામાં આવ્યો.
ગઇકાલે તા. 18 ના રોજનવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા હતા.
આ પુરસ્કાર વર્ષ 2014, 2015 અને 2016 માટે આપવામાં આવ્યો હતો. જેમાં
  • મણિપુરી નૃત્યમાં નિપૂણ જાણીતા લેખક અને વિદ્વાન રાજકુમાર  સિંહજીત સિંહને મણિપુરની સંસ્કૃતિને સુરક્ષીત રાખવા  અને તેની કલાનો વ્યાપ વધારવા બદલ 2014 માટેનો એવોર્ડ એનાયત થયો હતો.
  • મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના પ્રસિધ્ધ મૂર્તિકાર રામ મંજી સુતારને 2016 માટેનો પુરસ્કાર અપાયો હતો.  તેમણે 80 વર્ષમાં 600થી વધુ વિશાળ મૂર્તિઓ બનાવી છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી  મહાત્મા ગાંધીની પ્રતિષ્ઠિત અવક્ષ મૂર્તિનો પણ સમાવેશ થાય છે.
  • બાંગ્લાદેશના સાંસ્કૃતિક જૂથ છાયા નટને ટાગોરની કલા, સંગીત, શિક્ષણ અને સંસ્કૃતિના પ્રસારમાં યોગદાન બદલ આ પુરસ્કાર અપાયો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસો કોઇપણ દેશની અમૂલ્ય પૂંજી છે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરથી માંડીને સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ સહિતના અનેક મહાનુભાવોએ દેશની એકતા અને સાંસ્કૃતિક વારસા માટે યોગદાન આપ્યું હતું.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર સરહદોથી પર હતા. અને રવિન્દ્ર સંગીતમાં સમગ્ર ભારતના રંગ છે. વર્તમાન સમયની સમસ્યાઓના નિરાકરણ માટે રવિન્દ્રનાથ ટાગોરના વિચારો  ઉપયોગી હોવાની વાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે પુરસ્કાર તરીકે રૂપિયા એક કરોડ  સન્માન પત્ર અને હસ્ત શિલ્પની કલાકૃતિ એનાયત થાય છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો