સોમવાર, 10 જુલાઈ, 2017

Guru Purnima 2017 : નાસાએ ટ્વિટર પર ગુરુ પૂર્ણિમાનો ઉલ્લેખ કર્યો...




- ગુરુ પૂર્ણિમાના પર્વને અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ ખાસ બનાવી દીધો

- નાસાની આ ટ્વિટને 6 હજાર વખત રિટ્વિટ કરવામાં આવી છે

તા. 09 જુલાઇ 2017, રવિવાર    ગુરુ પૂર્ણિમા હિન્દૂઓનો વિશેષ તહેવાર છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. બધા ઉત્સવની જેમ ગુરુ પૂર્ણિમાને લઇને પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. આ વર્ષે આ તહેવાર 9 જુલાઇ રવિવારે મનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના આ પર્વને અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ ખાસ બનાવી દીધો છે. નાસાએ ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી પોસ્ટ મુકી છે જેમાં ગુરુ પૂર્ણિમા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   


નાસાએ આ ટ્વિટમાં પૂનમના ચાંદને સમગ્ર દુનિયામાં ક્યા ક્યા નામથી ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગુરુ પૂર્ણિમાનું વર્ણન સૌથી પહેલા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હે મૂન, રાઇપ કોર્ન મૂન, થંડર મૂન નામ પણ દર્શાવવામાં આવ્યા છે. નાસાએ આ પોસ્ટ સાથે જ ચંદ્રની ખોબ જ સુંદર તસવીર પણ શેર કરી છે. આ ટ્વિટને છ હજાર લોકોએ રિટ્વિટ કરી છે અને ભારતીય લોકો નાસાની આ ટ્વિટને ખૂબ જ લાઇક્સ આપી રહ્યા છે.  

શું છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ ?

હિન્દૂ પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રતિ મસ્તક નમાવીને તેમનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાથી જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ થયો હતો. માન્યતા છે કે તેમણે ચારેય વેદોને લિપિબદ્ધ કર્યા હતા. આ કારણથી તેમનું એક નામ વેદવ્યાસ પણ છે. તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો