ભારતની સંશોધક ટીમે ૨૫ મહાકાય રેડિયો ગેલેક્સી શોધી…
પુના ખાતે આવેલા
ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ(આઈયુસીએએ)ના
સંશોધકોએ ૨૫ અત્યંત દૂર્લભ ગણાતી આકાશગંગા શોધી કાઢી છે. ઈન્ટર યુનિવર્સિટી
સેન્ટરના પ્રતીક દાભાડેની ટીમે આ સિદ્ધી મેળવી હતી. પ્રતીક અને તેમના પાંચ
સાથીદારો જયદીપ બાગચી, મમતા
પોમ્મીર, માધુરી ગાયકવાડ, શિશિર
શંખ્યાન અને શોમક રોયચૌધરી આ સંશોધનમાં સંકળાયેલા હતા.
આ છ સંશોધકોએ વિવિધ ૩૦૦ તસવીરોનો અભ્યાસ ક્યો હતો, જે જાયન્ટ મિટર વેવ રેડિયો ટેલિસ્કોપ દ્વારા ૨૦ વર્ષ પહેલા
લેવામાં આવી હતી. આકાશગંગા એટલે કે ગેલેક્સીની શોધ તસવીરોના અભ્યાસ પરથી જ થતી હોય
છે. દૂરના બ્રહ્માંડ સુધી નજર પહોંચાડતા ટેલિસ્કોપ સતત તસવીરો લેતા હોય છે. એ
તસવીરોનો અભ્યાસ કરવાથી જ નવી ગેલેક્સી અને બ્રહ્માંડની અન્ય હલચલ નજરે પડતી હોય
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો