૩૫ વર્ષ પહેલા ૧૯૮૨ની ૨૫મી એપ્રિલે ભારતમાં
ટેલિવિઝનમાં કલર પ્રસારણનો આરંભ થયો હતો.
દુરદર્શને એ દિવસે પહેલી વાર બ્લેક એન્ડ
વ્હાઈટને બદલે રંગીન પ્રસારણ રજૂ કર્યું હતુ. નવેમ્બર ૧૯૮૨માં દિલ્હી ખાતે એશિયાઈ
ગેમ્સ આયોજીત થઈ હતી.માટે એ પહેલા સરકારે કલર પ્રસારણ શરૃ કરી દેવાનો નિર્ણય લીધો
હતો. એ પછી દૂરદર્શન પર વિવિધ સિરિયલો શરુ થતાં ભારત જાણે મનોરંજન યુગમાં
પ્રવેશ્યું હતુ. ભારતમાં પ્રાયોગિક ધોરણે ટેલિવિઝન પ્રસારણની શરૃઆત ૧૯૫૯માં અને
રેગ્યુલર પ્રસારણ ૧૯૬૫માં શરુ થયુ હતુ. હાલમાં ભારતમાં વિવિધ પ્રકારની સાડા આઠસોથી
વધારે ચેનલો છે અને અડધા કરતાં વધુ ભારતવાસીઓના ઘરમાં ટીવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો