Wednesday, 26 April 2017

ઉત્તરપ્રદેશ સરકારે 15 જાહેર રજાઓને કરી રદ

ઉત્તરપ્રદેશ સરકારે મહાપુરુષોની જન્મજયંતી પર આપવામાં આવતી 15 જાહેર રજાઓને રદ્દ કરી દીધી છે. હવે આવી તિથિઓ પર વિદ્યાર્થીઓને મહાપુરુષોના વિશે માહિતગાર કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી રાજ્ય મંત્રી પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.આ દિવસે ચર્ચા, પરિચર્ચા, નિબંધ, પ્રતિયોગીતા જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને મહાન હસ્તિઓ વિશે શિક્ષિત કરવામાં આવશે. આંબેડકર જયંતી પર યોગીએ આવી રજાઓને કારણે શૈક્ષણિક સત્રની અવધિ ઘટી જતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

No comments:

Post a comment