બુધવાર, 26 એપ્રિલ, 2017

મોદી સરકાર વેચશે એનર્જી એફિશિઅન્ટ AC, તમે સરળ હપ્તેથી ખરીદી શકશો


કેન્દ્ર સરકાર વીજળી બચાવવા માટે એલઈડી બલ્બ બાદ હવે એનર્જી એફિશિઅન્ટ AC વેચવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનાની અંતર્ગત ACને સરળ હપ્તે પણ ખરીદી શકાશે. આ સિવાય સરકાર ઝીરો ડાઉન પેમેન્ટ પર એસી ઉપલબ્ધ કરાવી શકે છે. વીજળી કંપનીઓની સાથે મળી Energy Efficiency Services Limited(EESL) એ અંદાજે 1 લાખ AC પણ ખરીદી લીધા છે. જોકે, આ ખરીદીદારી સરકારી ભવન, એટીએમ વગેરે માટે કરવામાં આવી છે. કહેવાય છે કે, તેને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવશે.

એનર્જી એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડ (ઇઇએસએલ)ના એમડી સૌરભ કુમારે જણાવ્યું કે, એનર્જી એફિશિએન્ટ એસીનું બજાર ઘણું જ ઓછું છે. જે ફાઇવ સ્ટાર એસી છે, તેનું રેટિંગ 3.7 છે. જ્યારે અમે 5.3નું રેટિંગનું ચલણ વધારવા માંગીએ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો