શુક્રવાર, 23 જૂન, 2017

30 સ્માર્ટ સિટી...

ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, રાજકોટ અને દાહોદને સ્માર્ટ સિટી લિસ્ટમાં સ્થાન મળ્યુ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આજે ચોથું સ્માર્ટ સિટીનું લિસ્ટ જાહેર કરી દીધું છે.

ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના 30 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, રાજકોટ અને દાહોદનો સમાવેશ કર્યો છે. આ પહેલા રજૂ કરવામાં આવેલા 3 સ્માર્ટ સિટીના લિસ્ટમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, હવે ગુજરાતના કુલ 6 શહેરોને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.  

કેન્દ્ર સરકારે દેશમાં કુલ 98 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ યોજના અંતર્ગત અત્યાર સુધી 3 લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડના લિસ્ટમાં 20 સ્માર્ટ સિટી, બીજા રાઉન્ડના લિસ્ટમાં 13 સ્માર્ટ સિટી અને ત્રીજા રાઉન્ડના લિસ્ટમાં 27 સ્માર્ટ સિટીના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના વધુ 30 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ સિટી મિશન એ કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે, જે 100 શહેરોને આવરી લેશે અને તેની મુદત પાંચ વર્ષ (2015-16 થી 2019-20) છે. 

સ્માર્ટ સિટી ના મુખ્ય 10 આંતરમાળખાકીય ઘટકો છે જેમ કે પર્યાપ્ત પાણી પુરવઠો; ખાતરી વીજળી પુરવઠો; સ્વચ્છતા, ઘન કચરાના વ્યવસ્થાપન સહિત; કાર્યક્ષમ શહેરી ગતિશીલતા અને જાહેર પરિવહન; પોષણક્ષમ હાઉસિંગ, ખાસ કરીને ગરીબો માટે; મજબૂત આઇટી જોડાણ અને ડિજિટલકરણ; સુશાસન, ખાસ કરીને ઈ-ગવર્નન્સ અને નાગરિકની ભાગીદારી; ટકાઉ વાતાવરણ; નાગરિકોની સલામતી અને સુરક્ષા, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો; અને આરોગ્ય અને શિક્ષણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો