સોમવાર, 18 ફેબ્રુઆરી, 2019


આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી ભારતની મુલાકાતે છે. આજે તેમણે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ  તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતિઓ પર હસ્તાક્ષર થયા છે. 
ભારત અને આર્જેન્ટિના વચ્ચેનાં રાજનાયિક સંબંધોને 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. બંને નેતાઓ વચ્ચે  દ્વિપક્ષીય હીતોને લઈને અનેક ક્ષેત્રોમાં સમજૂતિ થઈ છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ માક્રીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે. મહત્વનું છે કે આર્જેન્ટિના આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ફ્રેમ વર્ક સમજૂતી પર હસ્તાક્ષર કરનાર બોત્તેરમો દેશ બન્યો છે. આર્જેન્ટિનાના વિદેશમંત્રી જ્યોર્જ ફોરીએ આ ફ્રેમવર્ક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો