શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

'વાયુ શક્તિ' યુદ્ધ અભ્યાસમાં 140 યુદ્ધ વિમાનો, મિસાઇલો, હેલિકોપ્ટરોનો સમાવેશ


- પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે ભારતીય એરફોર્સનું શક્તિ પ્રદર્શન

- રાજસ્થાનના જૈસલમેરની ચાંધણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાલી રહેલો યુદ્ધ અભ્યાસ


પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે ભારતીય એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ છે. એરફોર્સે સૌથી મોટા યુદ્ધ અભ્યાસ 'વાયુ શક્તિ'માં પાકિસ્તાની સરહદની પાસે આવેલ પોખરણ રેન્જ પર પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ હતું. 
આ યુદ્ધ અભ્યાસમાં એરફોર્સના પાયલોટોએ યુદ્ધ વિમાનથી શત્રુઓના સ્થળોનો નાશ કરવાની પ્રેક્ટિસ કરી હતી. આ યુદ્ધ અભ્યાસ રાજસ્થાનના જૈસલમેરની ચાંધણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાલી રહ્યું છે.
એરફોર્સના ૧૪૦ યુદ્ધ વિમાન નિર્ધારિત લક્ષ્યાંકને વિંધતા જોવા મળ્યા હતાં. યુદ્ધ અભ્યાસમાં મિસાઇલોની સાથે જીપીએસ અને લેઝર ગાઇડેડ બોંબ, રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
યુદ્ધ અભ્યાસમાં મિગ-૨૧ બાઇસન, મિગ-૨૭, મિગ-૨૯, મિરાજ-૨૦૦૦, સુખોઇ-૩૦ એમકેઆઇ, જગુઆર જેવા વિમાન સામેલ હતાં. આ દરમિયાન ભારતીય એરફોર્સના પ્રમુખ બીએસ ધનોઆ પણ હાજર હતાં. 
દર ત્રણ વર્ષે થતા યુદ્ધ અભ્યાસ 'વાયુ શક્તિ'નો આ વખતનો થીમ 'સિક્યોરિંગ ધ નેશન અન પીસ એન્ડ વોર' હતો. આ યુદ્ધ અભ્યાસમાં મિગ-૨૧ બાઇસન, મિગ-૨૭ યુપીજી, મિગ-૨૯ જગુઆર, એલસીએ તેજસ, મિરાજ-૨૦૦૦, સુ-૩૦ એમકેઆઇ, હોક, સી-૧૩૦ જેવા સુપર હરક્યૂલિસ, એન-૩૨, એમઆઇ-૧૭ વી ૫, એમઆઇ-૩૫ હુમલાના હેલિકોપ્ટરો, સ્વદેશમાં વિકસિત એઇડબ્લ્યુ એન્ડ સી અને ઉન્નત લાઇટ હેલિકોપ્ટર(એએલએચ એમકે-૪)માં પોતાની ક્ષમતા અને શક્તિનું પ્રદર્શન કરી રહ્યાં છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો