બુધવાર, 16 જાન્યુઆરી, 2019


મુખ્યમંત્રીએ અમદાવાદ ફ્લાવર શો-2019નો પ્રારંભ કરાવ્યો
o 

Image result for flower show 2019 ahmedabad
તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી , ફૂલોની વિવિધ વેરાયટીસને શહેરીજનો નિહાળી શકશે. આર્કિડ, ઈંગ્લીશ ગુલાબ, કોર્નેશન, તેમજ અન્ય ફૂલોમાંથી બનાવેલા જીરાફ, બટર ફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમીંગો, કળા કરતો મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી પ્લેન, બુલેટ ટ્રેન સહિત , 50થી વધુ કૃતિઓનો લોકો આનંદ ઉઠાવી શકશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના પાલડી સ્થિત રીવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો 2019નો પ્રારંભ કરાવ્યો હતો. તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી , ફૂલોની વિવિધ વેરાયટીસને શહેરીજનો નિહાળી શકશે. આર્કિડ, ઈંગ્લીશ ગુલાબ, કોર્નેશન, તેમજ અન્ય ફૂલોમાંથી બનાવેલા જીરાફ, બટર ફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમીંગો, કળા કરતો મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી પ્લેન, બુલેટ ટ્રેન સહિત , 50થી વધુ કૃતિઓનો લોકો આનંદ ઉઠાવી શકશે. આ શોમાં અલગ અલગ 3 સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં ફોટોગ્રાફી કરી શકાશે. આ સાથે મુલાકાતીઓ માટે ખાણી-પીણીના , 50 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. મુલાકાતીઓ આજે બપોરે 2થી રાત્રે 9 વાગ્યા સુધી , શોની મુલાકાત લઈ શકશે. આવતીકાલે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી , અને 18થી 22 જાન્યુઆરી દરમિયાન , સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી , મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો