બુધવાર, 16 જાન્યુઆરી, 2019


પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, અમદાવાદ, ગાંધીનગર અને સેલવાસામાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ


મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.
ગુજરાત સરકારનું અત્યંત આધુનિક મેડિકલ સેવા કેન્દ્ર , અમદાવાદમાં તૈયાર થઇ ચુક્યું છે. મલ્ટી સ્પેશ્યાલીટી એવા સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને , પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે દેશને અર્પણ કરશે. 1300 બેડનો જનરલ વોર્ડ ધરાવતી આ અત્યંત આધુનિક હોસ્પિટલના ધાબા પર , હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી એર એમ્બ્યુલન્સનું લેંડિંગ થઈ શકે.
વાડીલાલ સારાભાઇ હોસ્પિટલની બરાબર પાછળ , આ નવી મેડિકલ સર્વિસ શરૂ થવાને કારણે , લોકોને સસ્તી અને અસરકારક સારવાર મળી શકશે. મા અમૃતમ યોજના અને અન્ય આરોગ્ય યોજનાઓને આવરી લેતી આ હોસ્પિટલમાં , ગરીબોને પરવડી શકે , તેવી સસ્તી સારવાર કરવામાં આવશે. આરોગ્ય સેવાને વધુ સસ્તી બનાવવા તરફનું , ગુજરાત સરકારનું આ પહેલું કદમ છે.
આ ઉપરાંત અમદાવાદના આંગણે , એક અનેરો મહોત્સવ યોજાવાનો છે, અને તે છે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 2019. દુબઇમાં યોજાતા દુબઇ શોપિંગ ફેસ્ટીવલની તર્જ પર જ , આ શોપિંગ ફેસ્ટીવલ , 17થી 28 જાન્યુઆરી સુધી યોજાઇ રહ્યો છે. પાંચ હજાર બ્રાંડના અલગ-અલગ ઉત્પાદકનો તેમાં મળશે. ગ્રાહકોને સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથેની ચીજવસ્તુઓ એમાં મળી શકશે. જેથી આ શોપિંગ ફેસ્ટીવલનો લોકો વધુમાં વધુ લાભ લઇ શકે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ ફેસ્ટીવલ યોજાવાને કારણે , દેશ-વિદેશથી આવનારા પ્રતિનિધિઓ , અને રાજનેતાઓ પણ , આ શોપિંગ ફેસ્ટીવલને મન ભરીને માણશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો