બુધવાર, 16 જાન્યુઆરી, 2019


મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીએ આફ્રિકા ડે ની ઉજવણી કરાશે
 
- આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 થી વધુ લોકો ભાગ લેશે
- વૈશ્વિક સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો પાર્ટનર દેશો
- ભારતમાં યોજાનારા સૌથી મોટા આફ્રિકન અગ્રણીઓના સંમેલનનેદેશના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ સંબોધન કરશે

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ના ભાગરૂપે સૌ પ્રથમવાર આફ્રિકા ડે- આફ્રિકા દિવસની 19 જાન્યુઆરી, 2019 ના રોજ ઉજવણી કરાશે એવું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે, “વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા "આફ્રિકા ડે"નું આયોજન કરવામાં આવ્યું છે
સમગ્ર દિવસભર ચાલનારા આફ્રિકા દિવસનો ઉદ્દઘાટન સમારંભ 19મી જાન્યુઆરીના રોજ સવારે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કરશે
ગુજરાત હાલમાં આફ્રિકાના 54 દેશોમાંથી 51 દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ 2017-18 દરમિયાન 19.6 બિલિયન અમેરિકન ડૉલરની હતી. છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે. આફ્રિકાના દેશોમાં ગુજરાતમાંથી થતી નિકાસ આશરે 30% હિસ્સો ધરાવે કરે છે”.
આ સમગ્ર આયોજન સરળતાથી થઈ શકે એ માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર ઑફ કોમર્સને ભાગીદાર સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે આ નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો ભાગીદાર દેશો બન્યા છે. જે આફ્રિકા ખંડમાંથી બે દેશો પ્રથમવાર ભારતના સૌથી મોટા બિઝનેસ સમિટ માટે ભાગીદાર બનનાર છે.

આ બાબત સંસાધન સમૃદ્ધ અને ઝડપી વિકાસશીલ ખંડ તરીકે વધતા જતા મહત્વને પ્રથાપિત કરે છે. આ સમિટ માટે આશરે 800 જેટલા ભારતીય વેપારીઓની થયેલી નોંધણી સાથે આશરે 180 થી વધુ આફ્રિકન વેપાર ઉદ્યોગના અગ્રણીઓએ જોડાવાની ખાતરી આપી છે. હાલમાં, ગુજરાતમાં હાલમાં અભ્યાસ કરતા 100 થી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓ પણ ભાગ લેનાર છે. 
આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષપૌલ કાગમે સંબોધન કરશે. આફ્રિકાના 10થી 15 જેટલા મંત્રીઓ પણ આ આફ્રિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આફ્રિકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દર્શાવી છે. 
ઉર્જામંત્રીશ્રીએ તકનીકી સત્ર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સત્ર બાદ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ અહીં યોજાનારા વિવિધ તકનીકી સત્રમાં જોડાશે, જેનું આફ્રિકા સાથેના વેપાર તથા વેપારની તકો અને એના પડકારોને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 
અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, એગ્રો-બિઝનેસ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ એન્ડ મિનરલ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો આફ્રિકન વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિઓ માટે ધ્યાનાકર્ષક ક્ષેત્રો છે. આ પ્રસંગે, વિશેષ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ખનિજ વિકાસ જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 12 થી 15 જેટલાં એમઓયુ પર હસ્તાક્ષર થશે
આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયનનું પણ ઊભું કરાશે, જેમાં 54 આફ્રિકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓદર્શાવવામાં આવશે. આફ્રિકાના કુલ 54 દેશો પૈકીના 32 આફ્રિકન રાષ્ટ્રોએ આફ્રિકન પેવેલિયનમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઓમાં ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અગાઉ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 જે 10 થી 13 જાન્યુઆરી 2017માં યોજાઈ હતી તેમાં આફ્રિકન ખંડના દેશોમાંથી નોંધપાત્ર સહભાગિતા જોવા મળી હતી. જેમાં 18 આફ્રિકન દેશોમાંથી 160 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ રાજ્યો અને સરકારોના વડાઓ સહિતઅનેક વિદેશી પ્રતિષ્ઠિત અગ્રણીઓએ આ આયોજનની પ્રશંસા કરેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો