મંગળવાર, 15 જાન્યુઆરી, 2019

સમગ્ર દેશમાં ભારતીય સેના દિવસની થઈ રહી છે ઉજવણી


Image result for bhartiya sena diwas

સમગ્ર દેશમાં આજે ભારતીય સેના દિવસની ઉજવણી થઈ રહી છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી આઝાદીના રખેવાળ તથા દેશના ગર્વ સમાન ભારતીય સેનાના તમામ જવાનો તથા તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતીય સેના દિવસના અવસરે દેશના જવાનો તથા તેમના પરિવારજનોને શુભકામના પાઠવી હતી. ટ્વીટ સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશને બહાદુર જવાનો પર ગર્વ છે. 

આ અવસરે સેના પ્રમુખ બીપીન રાવતે કહ્યું હતું કે ભારતના પાડોશી દેશ દ્વારા સતત આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના સતત કાર્યરત છે. તેમજ ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે સેના મજબુતી સાથે કાર્યવાહી કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 15મી જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી થાય છે. લેફ્ટનન્ટ જનરલ - ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાએ ભારતીય ભૂમિ દળના શીર્ષ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું તેના અનુસંધાને આ ઉજવણી થાય છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો