શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2019


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાષ્ટ્રને અર્પણ કરી



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની સૌથી પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વંદે ભારત ટ્રેન દિલ્હીથી વારાણસી 9 કલાક 45 મિનિટે પહોંચશે. આજે ટ્રેન મુસાફરી દરમિયાન કાનપુર અને પ્રયાગરાજ સ્ટેશન પર 40-40 મિનિટ રોકાશે જ્યા વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સેમી હાઇ સ્પીડ ટ્રેન 18નું નામ હાલમાં વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યુ છે. આ ટ્રેન વધુમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, શતાબ્દી ટ્રેનોથી પણ સારી સુવિધા વંદે ભારત એક્સપ્રેસમાં રાખવામાં આવી છે. આ ટ્રેનનો હેતુ યાત્રિકોને એક નવો જ અનુભવ કરાવવાનો છે. વંદે ભારત ટ્રેન અન્ય ટ્રેનના મોડેલથી આ રીતે ખાસ છે.

વંદે ભારત ટ્રેન અન્ય ટ્રેનના મોડેલથી આ રીતે ખાસ છે: વંદે ભારતમાં કુલ 16 એસી કોચ બનાવાયા છે. જેમાં બે પ્રકારની એક્સિક્યુટિવ શ્રેણી રાખવામાં આવી છે. ટ્રેનમાં કુલ 1128 યાત્રિકો મુસાફરી કરી શકશે. વંદે માતરમ ટ્રેનનું નિર્માણ 'મેક ઇન ઇન્ડિયા'ની પહેલ પર ચેન્નાઇમાં ઇન્ટગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં કરવામા આવ્યુ છે. આ ટ્રેન દિલ્હીથી વારાણસીની વચ્ચે દોડશે. ભારતની સૌથી તેજ ટ્રેન તરીકે વંદે ભારત ટ્રેનની ગણના થશે અને આ ટ્રેનમાં મુસાફરી માટે 17 ફેબ્રુઆરીથી બુકિંગ પણ ચાલુ થઇ ગયુ છે.

નવી ટ્રેનનું નામ બદલવામાં આવ્યુ: રેલમંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ ટ્રેનનું નામ- ટ્રેન 18થી બદલીને વંદે ભારત એક્સપ્રેસ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હી-વારાણસી માર્ગના એક ખંડ પર પ્રાયોગિક ધોરણે આ એક્સપ્રેસ ટ્રેન ટ્રાયલ રનમાં 180 કિમી પ્રતિ કલાકે દોડી હતી જે ભારતમાં આજ સુધીની સૌથી ઝડપી ટ્રેન તરીકે ઓળખવામાં આવી હતી. જો કે માર્ગમાં અનેક પ્રકારના નિયંત્રણોને કારણે વંદે માતરમ 130 કિ.મી પ્રકિ કલાક દોડી શકશે.

વંદે માતરમ દેશના પાટનગરથી સવારે 6 વાગે રવાના થઇને બપોરે 2 વાગે વારાણસી પહોંચશે. એ જ ટ્રેન વારાણસીથી ત્રણ વાગે શરૂ થઇને રાત્રે 11 વાગે દિલ્હી પહોંચશે. સોમવાર અને ગુરૂવારને છોડીને સપ્તાહમાં કુલ પાંચ દિવસ ટ્રેન દોડાવાશે. ટ્રેનમાં બે પ્રકારની મુસાફરોની શ્રેણી રાખવામાં આવી છે, AC CHAIRCAR CLASS-રૂ.1760 પ્રતિ વ્યકિત , EXECUTIVE CLASS-રૂ.3260 પ્રતિ વ્યક્તિ ભાડું નક્કી કરવામાં આવ્યુ છે. આ ભાડામાં ટ્રેનમાં અપાતા ભોજનની ખર્ચ પણ સમાવેશ કરાયો છે.

આ સુવિધા છે: 
ટ્રેનના દરવાજા ઓટોમેટિક રાખવામાં આવ્યા છે. 

તેમજ દરેક કોચમાં 2 ઇમરજન્સી સ્વિચ પણ છે.

ટ્રેન એન્જિન વગરની બનાવામાં આવી છે અને તેમાં કુલ 12 ચેક કાર ક્લાસ તેમજ 2 એક્સિક્યુટીવ ક્લાસ બનાવવામાં આવ્યા છે. 

બે કોચ ડ્રાયવર કારના પણ બનાવાયા છે. ટ્રેનની બેઠક ખાસ સ્પેનથી મંગાવીને ફિટ કરવામાં આવી છે. 

વિકલાંગ માટે વિશેષ બાથરૂમ અને નાના બાળકો માટે ખાસ સગવડ પણ આ ટ્રેનમાં બનાવાઇ છે. 

જો કોઇ ઇમરજન્સી હોય તો લોકો એક બટન દબાવીને ડ્રાયવર સાથે સીધી વાત પણ કરી શકશે. 

હા, આ ટ્રેનમાં ભોજનનો વિકલ્પ ફરજીયાત છે. બીજી સુપરફાસ્ટ ટ્રેનો- દુરંતો અને રાજધાની ટ્રેનોમાં ભોજનનો વિકલ્પ મરજીયાત છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો