બુધવાર, 18 જુલાઈ, 2018


“બારે ય મેઘ ખાંગા” એટલે શું?
·       
Image result for monsoon images

          જાણો 12 પ્રકારના વરસાદ ના નામ

      દર ચોમાસે આપણે બારે ય મેઘ ખાંગાશબ્દ છાપામાં વાંચીએ છીએ. ટી.વી.માં પણ સાંભળીયે છીએ. દાયકાઓથી આ શબ્દ ઘેર ઘેર પ્રચલિત બની ગયો છે.છતાં બારેય મેઘ ખાંગાકેમ કહેવાય છે એની ભાગ્યે જ કોઈને ખબર હશે.

      કહેવત બની ગયેલા આ શબ્દનો વિસ્તૃત અર્થ ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. જેમાં બાર પ્રકારના વરસાદનું વર્ણન છે જેમાં સામાન્યથી ભારે અને અતિભારે વરસાદ એમ 12 પ્રકારના જણાવ્યા છે જે આ નીચે મુજબ છે:

1. ફરફર : માત્ર રૂવાડા ભીના થાય એવો વરસાદ

2. છાંટા : ફરફર કરતાં વઘુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ

. ફોરાં : છાંટા કરતા વધારે, જમીન પર પડતું ટીપું એકાદ ઇંચ જગ્યાને પલાળે એવો વરસાદ

4. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં,જે બરફ રૂપે વરસે

5. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ

6. નેવાધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ

7. મોલ-મે : ખેતરાંમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ

8. અનરાધાર : છાંટા કે ફોરાં એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ

9. મુશળધાર : બે ચાર ધારા ભેગી થઈને એકધારી વરસતી રહે તેવો વરસાદ, જાણે સૂપડાંમાંથી પાણી પડતું લાગે.

10. ઢેફાં ભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાં ને ભાંગે એવો વરસાદ આને વાવણીજોગ પણ કહેવાય

11. પાણ-મે : ખેતરના ક્યારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કુવાની સપાટી ઉંચી આવે.

12. હેલી : 11 પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે, અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.

 12 પ્રકારના મેઘ એક સાથે વરસે ત્યારે કહેવાય , બારે ય માસ ખાંગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો