આજિવિકા
ગ્રામીણ એક્સપ્રેસ યોજના…
કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રાલય, “આજિવિકા
ગ્રામીણ એક્સપ્રેસ યોજના” (AGEY- Aajeevika Grameen Express Yojana) શરૂ કરશે, જે દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ એક
પેટા-યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM : Deendayal Antyodaya Yojana – National Rural Livelihoods Mission) છે.
AGEY એ સ્વ-સહાય જૂથો (SHG : Self Help Groups) ના સભ્યોને
પછાત ગ્રામીણ વિસ્તારોમાં જાહેર પરિવહન સેવાઓ ચલાવવા માટે સુવિધા આપીને આજીવિકાના
વૈકલ્પિક સ્ત્રોત પ્રદાન કરવાનો છે.
AGEY દૂરના ગામડાઓ સાથે જોડાવા માટે સલામત, સસ્તી ગ્રામીણ પરિવહન સેવાઓ જેવી કે ઈ-રિકશા, 3 અને 4 વ્હીલર મોટર પરિવહન વાહનો આપશે. આ
પરિવહન વાહનો ગામડાઓનો સંપૂર્ણ વિસ્તાર અને વિકાસ માટે બજારો, શિક્ષણ અને આરોગ્ય સહિતના સગવડો સાથે
જોડાશે.
2017-18થી 2019-20 સુધીના 3 વર્ષ
માટે પાયલોટ ધોરણે દેશમાં 250 બ્લોક્સમાં આ યોજના અમલમાં આવશે. તેના હેઠળ, કોમ્યુનિટી આધારિત સંસ્થા (CBO) એ વાહનની ખરીદી માટે પોતાના SHG સભ્યને વ્યાજમુક્ત
લોન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો