અમદાવાદની ઝીલ દેસાઈ વિમ્બલડન
ગર્લ્સ સિંગલ્સમાં…
- ઝીલ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં જુનિયર કેટેગરીમાં રમી ચૂકી છે.
- અમદાવાદમાં એચબીકે સ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડી ચૂકી છે.
લંડનમાં ચાલી રહેલી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં અમદાવાદની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ ગર્લ્સ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં ભાગ લેશે. અમદાવાદ રેેકેટ એકેડમી ખાતે ટ્રેનિંગ મેળવનારી ઝીલ દેસાઈની કારકિર્દી ચાલુ વર્ષે નવી ઊંચાઇએ પહોંચી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન ગર્લ્સ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી હતી, જે પછી તેણે ફ્રેન્ચ ઓપનમાં જુનિયર લેવલે ભાગ લીધો હતો અને હવે તે ઈંગ્લેન્ડ ક્લબ ખાતેની પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમમાં જુનિયર લેવલે રમશે.
અમદાવાદની એચબીકે સ્કૂલમાં અભ્યાસ
કરતી ઝીલ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાના ટોડ ક્લાર્ક પાસેથી પ્રશિક્ષણ
મેળવી રહી છે અને ધીરે ધીરે તેની રમતમાં નિખાર આવી રહ્યો છે. ઝીલના પિતા મેહુલભાઇએ
કહ્યું કે, અમે તેને સ્પોર્ટસમાં આગળ વધવા માટે અનુકૂળતા કરી
આપી છે. તેનું પર્ફોમન્સ પણ ઘણું સારુ રહ્યું છે. તે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં
શ્રેષ્ઠ દેખાવ કરી શકે તેવી અમારી અપેક્ષા છે. ઝીલની કારકિર્દીમાં ટોડ સર તેમજ
અમદાવાદ રેકેટ એકેડમી અને અમદાવાદના કોચીસે પાયાનો
ફાળો આપ્યો છે.
ઝીલ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી
આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર લેવલે સારો દેખાવ કરી રહી છે. તેણે જુનિયર આઇટીએફમાં
ભારત તરફથી સૌથી વધુ ૧૦ ટાઈટલ જીતવાનો સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ
ઉપરાંત તે ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં સિનિયર - જુનિયર લેવલે ક્વાર્ટર ફાઇનલ સુધી
પહોંચેલી ગુજરાતની સૌપ્રથમ ખેલાડી બની હતી. ઝીલની પસંદગી કોમનવેલ્થ યુથ ગેમ્સ ટેની
ભારતની ટીમમાં કરવામાં આવી છે. તે ચાલુ વર્ષે મલેશિયામાં પીએમ કપ જીતી ચૂકી છે અને
જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ૧૯માં ક્રમે છે, જ્યારે પ્રોસર્કિટના રેન્કિંગમાં ૭૧૨મો
ક્રમાંક ધરાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો