શુક્રવાર, 19 ઑક્ટોબર, 2018

વડોદરા શહેરમાં આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રા શરૃ


તા.૨૯ સુધી ૬ વોર્ડમાં ફરશો તા.૧૫ થી ૨૨ નવેમ્બરથી બીજા ૬ વોર્ડમાં રથયાત્રા ફરશે

Image result for statue-of-unity rath yatra start

નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનીને તૈયાર થઈ ગઈ છે. તા.૩૧મી ઓક્ટોબરે, વડાપ્રધાન તેનું લોકાર્પણ કરશે. આ લોકાર્પણ સાથે લોકચેતનાની શક્તિને જોડવા રાજય સરકારે બે તબક્કામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રાનું આયોજન કર્યુ છે. જે રાજયના દશ હજાર ગામોમાં કરશે અને સરદારની રાષ્ટ્રભક્તિ અને જીવન ઘડતરનાં સંદેશનો પ્રચાર કરશે.

Image result for statue-of-unity rath yatra start

વડોદરા શહેર-જિલ્લામાં વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા જિલ્લા પ્રશાસન, જિલ્લા પંચાયત દ્વારા તા.૨૦થી તા.૨૯ના પ્રથમ તબક્કામાં એકતા રથયાત્રા યોજાશે. પ્રથમ તબક્કામાં વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ પૈકી ૬ વહિવટી વોર્ડસમાં એક એકતારથનું પરિભ્રમણ થશે. તા.૨૦ના રોજ વહીવટી વોર્ડ નં.૨ની કચેરી, સવાદ ક્વાર્ટર્સ પાસે, હરણી-વારસિયા રીંગરોડ ખાતે સવારે ૮ વાગ્યે એકતા રથયાત્રાનો પ્રારંભ થશે. તા.૨૦થી ૨૯ સુધીમાં ૬ વોર્ડ અને તા.૧૫થી ૨૨ નવેમ્બર સુધીમાં ૬ વોર્ડમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં ફરશે, તેમ મેયરે કહ્યું હતું. જિલ્લાના પાદરા અને કરજણ તાલુકાઓના ગામોમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં એકતા રથ યાત્રા વડોદરા તાલુકાના ૩૩, સાવલી તાલુકાનાં ૫૧, વાઘોડીયા તાલુકાના ૪૦, ડભોઇ તાલુકાના ૪૬, શિનોર તાલુકાના ૧૦ અને ડેસર તાલુકાના ૨૦ મળીને કુલ ૨૦૦ ગામોમાં પરિભ્રમણ કરશે. સમગ્ર રાજ્યમાં ૬૦ થી વધુ એકતા રથોની વ્યવસ્થા કરવામાં આવી છે.રાત્રી રોકાણના ગામોમાં જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમા એકતાની સાથે જળ સંરક્ષણ અને જળ સંચયના મહત્વની જાણકારી આપવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો