ઝુલન ગોસ્વામીએ ૨૦૦મી વિકેટ ઝડપી : વિશ્વની પ્રથમ મહિલા
ક્રિકેટર
- સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં
ભારતીય મહિલા ક્રિકેટરની સિદ્ધિ
- ૩૫ વર્ષીય બોલરે ૧૬૬મી વન ડેમાં રેકોર્ડ નોંધાવ્યો
ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વધુ એક સિદ્ધિનું
શિખર સર કરતાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ વન ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ ઝડપનારી સૌપ્રથમ
મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી
વિમેન્સ ચેમ્પિયનશીપની બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટની વિકેટ
ઝડપીને વિમેન્સ ક્રિકેટમાં અનોખો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ઝુલન ગોસ્વામીએ કારકિર્દીની ૧૬૬મી
વન ડે રમતાં ૨૦૦ વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. ભારતે બીજી વન ડેમાં પણ જીતનો
તખ્તો તૈયાર કરતાં યજમાન સાઉથ આફ્રિકાને૩૦૨ રનનો વિશાળ પડકાર આપ્યો હતો. નોંધપાત્ર
છે કે, પ્રથમ
વન ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને ૮૮ રનથી હાર આપી હતી. આ ચેમ્પિયનશીપમાં બંને ટીમોને
૨૦૨૧માં વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાની તક મળી છે. ભારતની મહિલા ટીમે ત્રણ
વિકેટે ૩૦૨ રન ખડક્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૧૨૪માં ખખડી જતાં ભારતનો ૧૭૮ રનથી
વિજય થયો હતો અને ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી હતી.
વિમેન્સ વન ડેમાં હાઈએસ્ટ વિકેટનો રેકોર્ડ
વિમેન્સ વન ડેમાં હાઈએસ્ટ વિકેટનો રેકોર્ડ
બોલર
|
દેશ
|
વન ડે
|
ઓવર
|
રન
|
વિકેટ
|
બેસ્ટ
|
સરેરાશ
|
ગોસ્વામી
|
ભારત
|
૧૬૬*
|
૧૩૩૭.૧
|
૪૩૩૫
|
૨૦૦
|
૬/૩૧
|
૨૧.૬૭
|
ફિટ્ઝપેટ્રિક
|
ઓસ્ટ્રેલિયા
|
૧૦૯
|
૧૦૦૨.૫
|
૩૦૨૩
|
૧૮૦
|
૫/૧૪
|
૧૬.૭૯
|
સ્થાલેકર
|
ઓસ્ટ્રેલિયા
|
૧૨૫
|
૯૯૪.૦
|
૩૬૪૬
|
૧૪૬
|
૫/૩૫
|
૨૪.૯૭
|
એ.મોહમ્મદ
|
વિન્ડિઝ
|
૧૧૧
|
૮૩૦.૪
|
૨૭૬૬
|
૧૪૫
|
૭/૧૪
|
૧૯.૦૭
|
નીતુ ડેવિડ
|
ભારત
|
૯૭
|
૮૧૫.૨
|
૨૩૦૫
|
૧૪૧
|
૫/૨૦
|
૧૬.૩૪
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો