1854 બાદ પ્રથમ વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર, ગાંધી
ટોપીને વિદાય
- પોસ્ટમેન
સહિતના કર્મચારીઓનો ખાખી યુનિફોર્મ હવે ખાદીનો થશે
વર્ષ 1854માં પોસ્ટ વિભાગની શરુઆત થયા બાદ સૌ પ્રથમ
વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર કરાયો છે. વડોદરા રીજનના ૧૫૦૦ જેટલા પોસ્ટમેન
અને ૮૯૪ જેટલા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફને નવો યુનિફોર્મ મળશે. યુનિફોર્મના રંગમા કોઇ
ફેરફાર કરાયો નથી, ખાખી રંગનો આ યુનિફોર્મ હવે ખાદીના કાપડનો
રહેશે.
આ
ઉપરાંત યુનિફોર્મની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરાયા છે. ઘરે-ઘરે ટપાલ આપવા માટે
આવતા પોસ્ટમેન હવે ગાંધીટોપીમાં જોવા નહીં મળે કારણકે, નવા યુનિફોર્મમાં ગાંધી ટોપીના બદલે સાદી ટોપી રાખવામાં આવી છે.
સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજોના
શાસન વખતે પોસ્ટમેન સહિતના પોસ્ટ વિભાગના સ્ટાફનો ખાખી યુનિફોર્મ નિયત કરાયો હતો.
સ્વતંત્રતા બાદ ભારત સરકારે પણ પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે ખાખી યુનિફોર્મ જ
ચાલુ રાખ્યો હતો. પરંતુ, હવે પોસ્ટમેન તથા મલ્ટી પર્પસ સ્કીલના
કર્મચારીઓના ખાખી યુનિફોર્મને ખાદીનો કરવાનો નિર્ણય દેશભરમાં લેવાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો