વનબંધુ સશકિતકરણ માટેનાં નક્કર પગલા
- વનબંધુ કલ્યાણ યોજના : આદિજાતિ વિકાસ માટે રૂ. ૮૨,૦૦૦ કરોડની ફાળવણી.
- પેસા એકટની જોગવાઈઓનો સઘન અમલ : આદિજાતિ સમાજને જંગલની જળ-જમીન અને ગૌણ વનપેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશકિતકરણની પહેલ.
- આદિવાસીઓના બંધરણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો તા. ૨૮-૦૩-૨૦૧૮ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો.
- ગુણવાત્તાસભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓ : ૩૦,૧૭૨ વિધાર્થીઓને શિક્ષણની સુવિધાઓ
- આદિજાતિ વિધાર્થીઓને ઉચ્ચાશિક્ષણની તક પુરી પાડવા અને તેને વધારે ગુણવત્તાયુકત બનાવવા રાજય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની (રાજપીપળા ખાતે) સ્થાપના કરી છે.
- આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર, રાજપીપળા ખાતે ૪૦ એકર જમીનમાં કરોડો ના ખર્ચે આકાર લેશે.
- સમરસ હોસ્ટેલ : છ મહાનગરોમાં કોલેજકક્ષાએ ભણતા આદિજાતિના વિધાર્થીઓ માટે ૧૦,૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ.
- મેડીકલ/ ઈજનેર અભ્યાસ માટે આદિજાતિના ૫૮૬૬ વિધાર્થીઓને ખાસ કોચિંગ : ચાલુ વર્ષમાં ૧,૮૮૧ વિધાર્થીઓ મેડીકલ પ્રવેશ માટે પાત્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો