કોમનવેલ્થ શૂટિંગમાં ગગન નારંગે સિલ્વર મેડલ જીત્યો
- સ્વપ્નિલ
કુસાલે અને અનુ રાજ સિંઘને બ્રોન્ઝ મેડલ
ઓસ્ટ્રેલિયામાં
ચાલી રહેલી કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટરોએ મેડલ જીતવાનો સિલસિલો જારી
રાખ્યો હતો. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારા ભારતીય શૂટર ગગન નારંગે
કોમનવેલ્થ શૂટિંગ-૨૦૧૭માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના સ્વપ્નિલ કુસાલે
અને અનુ રાજ સિંઘે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ભારતના ગગન
નારંગે પુરુષોની ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં સલ્વરમ ેડલ જીત્યો હતો. જ્યારે આ જ
ઈવેન્ટમાં સ્વપ્નિલે બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય શૂટર ગગને નોંધપાત્ર દેખાવ
કર્યો હતો અને ૨૪૬.૩નો સ્કોર નોંધાવ્યો હતો. જોકે માત્ર ૧.૪
પોઈન્ટના અંતરને કારણે ગોલ્ડમેડલ ગૂમાવવો પડયો હતો. આંતરરાષ્ટ્રીય
સ્તરનો અનુભવ ધરાવતી ભારતની મહિલા શૂટર અનુ રાજ સિંઘે મહિલાઓની ૨૫મીટર પિસ્તોલ
ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અગાઉ ૫૦
મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટના ક્વોલિફાઈંગમાં ઓસ્ટ્રેલિયાના ડેન સેમ્પસને ૬૨૪.૩ના નવા
કોમનવેલ્થ રેકોર્ડની સાથે ટોચનો ક્રમ મેળવ્યો હતો.ગગન ૬૧૭.૬ પોઈન્ટ સાથે અને
સ્વપ્નિલ ૬૧૯.૧ના સ્કોર સાથે ફાઈનલમાં પ્રવેશ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો